
હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)