IPL 2024માં આ ખેલાડીનું થયું હૂટિંગ, હવે ટી20 વર્લ્ડકપ 2024માં બન્યો સૌથી મોટો મેચ વિનર, જુઓ ફોટો

|

Jul 01, 2024 | 9:41 AM

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચી બીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 7 રનથી જીત થઈ હતી. આ જીતમાં એક સ્ટાર એવો હતો કે, જેનું આઈપીએલ 2024માં ખુબ હૂટિંગ થયું હતુ. જાણો આ ખેલાડી કોણ છે.

1 / 6
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શનિવારે ઈતિહાસ રચી ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 7 રનથી જીત મેળવી હતી. આ જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્વની હતી.

2 / 6
 પંડ્યાએ ખતરનાક બેટ્સમેન હેનરિક ક્લાસેનને પોતાનો શિકાર બનાવ્યો હતો અને ભારતીય ટીમને જીત અપાવી હતી. પંડ્યાએ છેલ્લી ઓવર નાંખી હતી જેમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 16 રનની જરુર હતી પરંતુ પંડ્યાએ માત્ર 8 રન આપી 1 વિકેટ લઈ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

3 / 6
આ એજ ખેલાડી છે જેને ટી20 વર્લ્ડકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2024ની સીઝનમાં ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને દુર કરી હાર્દિંક પંડ્યાને કેપ્ટન બનાવ્યો તો સ્ટેડિયમમાં પંડ્યાની હૂટિંગ થયું હતુ.

4 / 6
હવે ટ્રોલરને હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો છે. ખિતાબ જીત્યા બાદ હાર્દિકે કહ્યું હું મારી ગરીમાં પણ વિશ્વાસ કરું છે.મારું માનવું છે કે, શબ્દોથી જવાબ આપવો જોઈએ નહિ , તમારું કામ જવાબ આપી દે છે. ખરાબ સમય હંમેશા રહેતો નથી. ગરિમા બનાવી રાખવી જરુરી છે તમે જીતો કે હારો.

5 / 6
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપમાં કુલ 8 મેચ રમી છે. જેમાં 48ની સરેરાશથી 144 રન બનાવ્યા છે સાથે એક ફિફટી પણ ફટકારી છે.

6 / 6
 પંડ્યાનો બેસ્ટ સ્કોર અણનમ 50 રન રહ્યો છે. બોલિંગમાં પણ પંડ્યા હિટ રહ્યો હતો તેમમે કુલ 25 ઓવર બોલિંગ કરી હતી. જેમાં 17.36ની સરેરાશથી 11 વિકેટ પોતાને નામ કરી હતી. 20 રન આપી 3 વિકેટ પણ તેનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે.

Next Photo Gallery