
જ્યારે બીજી ભૂલ પર તે વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે. જો ત્રીજી વખત ઓવર રેટનું ઉલ્લંઘન થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે.

હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ નિર્ધારિત ઓવર પૂર્ણ કરી નથી. આ કારણે આઈપીએલ 2024માં હાર્દિકની આ ત્રીજી ભૂલ હતી. જેના કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રિટેન કર્યા છે. હવે એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, આઈપીએલ 2025ની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા હાજર નહિ હોય તો તેની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળશે.

હાર્દિક પંડ્યા પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂપિયા ખર્ચીને હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે.
Published On - 10:19 am, Tue, 7 January 25