
ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે. તેનું પ્રદર્શન પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રહ્યું છે કહી શકાય કે પાડોશી ટીમ તેનાથી ખુબ ડરે છે. તે બોલ અને બેટ બંન્નેથી ધમાલ મચાવે છે.

પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટીયમાં શાનદાર બેટિંગ કરી છે. તે ભારત તરફથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી છે. તેમણે પાકિસ્તાન સામે 7 મેચ રમી છે અને 14 વિકેટ લીધી છે. જ્યારે બંન્ને દેશ વચ્ચે ટી20 મેચ રમાઈ છે.હાર્દિક પંડ્યાએ હંમેશા વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાએ બેટથી પણ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપ 2022માં ગ્રુપ સ્ટેજ મેચમાં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ 31 રનની ઈનિગ્સ રમી છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.