
ગુજરાત ટાઈટન્સની હજુ 3 મેચ બાકી છે.જે તેમણે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ આ 3 મેચમાંથી એક મેચ પણ જીતી લે છે તો તે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે.

પરંતુ જો બાકી રહેલી 3 મેચ હારી જાય છે. તો તેના માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, 4 ટીમ હજુ પણ 17 કે વધુ અંક લઈ લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે.

બીજી તરફ રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 3 મેચમાં હાર મળી છે. 16 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ0,482 છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

આરસીબી હાલની સીઝનમાં કુલ 3 મેચ બાકી છે. જે કેકેઆર,સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌસુપર જાયન્ટસ વિરુદ્ધ રમવાની છે. જો આરસીબીની ટીમ આ 3માંથી એક પણ મેચ જીતી લે છે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જાય છે.