
ગંભીર પણ પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તેમના પરિવાર સાથેના તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. ગંભીર માત્ર તેના ક્રિકેટ માટે જ નહીં પરંતુ અન્ય કાર્યો માટે પણ ચાહકોનો હીરો રહે છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈન ગંભીર ખૂબ જ સુંદર છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ગંભીર તેની પત્ની નતાશા અને બે પુત્રીઓ અઝીન-અનાઈજા સાથે રહે છે. ગંભીર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતો રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

ગૌતમ અને નતાશાના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ થયા હતા. લગ્ન પહેલા બંન્ને ખાસ મિત્રો હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે.સુંદરતાની વાત કરીએ તો નતાશા જૈન બોલિવૂડની હિરોઈનોને ટક્કર આપે છે.
Published On - 9:14 am, Sat, 14 October 23