
ચેતેશ્વર પૂજારાના પરિવાર વિશે જાણો

ચેતેશ્વર પૂજારાએ 13 ફેબ્રુઆરી 2013ના રોજ રાજકોટમાં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા. 22 ફેબ્રુઆરી 2018ના રોજ, આ દંપતી એક બાળકી અદિતિના માતાપિતા બન્યા.

પુજારાએ 2005માં ભારત માટે ઈંગ્લેન્ડ સામે અંડર-19 ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઇનિંગની શરૂઆત કરતા, તેણે 211 રન બનાવ્યા અને ભારતને એક ઇનિંગ અને 137 રનથી જીત અપાવી હતી.

તેને 2006 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.તે અંડર-19 વર્લ્ડ કપનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો જ્યાં તેણે 6 ઇનિંગમાં 117 ની સરેરાશથી 349 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અર્ધશતક અને એક સદીનો સમાવેશ થાય છે. તે 2006 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.

ચેતેશ્વર પૂજારાએ ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 97 રન બનાવ્યા હતા અને પછી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 129 રન અણનમ બનાવ્યા હતા,જેના કારણે ભારતને 234 રનના મોટા માર્જિનથી જીત મળી હતી.

ચેતેશ્વર પૂજારાના ક્રિકેટ કરિયરની જો આપણે વાત કરીએ તો 20 વર્ષમાં તેમણે 278 ફર્સ્ટ ક્લાસ મેચ,130 લિસ્ટ એ અને 71 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 21301 રન 66 સદી બનાવી છે. તો લિસ્ટ એમાં 16 સદીની સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે ટી20માં 1 સદી સાથે તેમણે 1556 રન બનાવ્યા છે.

પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. આ 108 ઈન્ટરનેશનલ મેચમાં તેમણે 7200થી વધારે રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 19 સદી ફટકારી છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 206 રનનો છે.

ચેતેશ્વર પૂજારાએ ખૂબ જ નાની ઉંમરે ખૂબ પૈસા કમાયા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 24 કરોડ રૂપિયા છે. તેમની મહિનાની આવક લગભગ 15 લાખ રૂપિયા છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

તે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેણે પોતાની સુવર્ણ કારકિર્દીને અલવિદા કહી દીધું છે.
Published On - 1:34 pm, Mon, 25 August 25