
ટીમ ઈન્ડિયા 2026 ની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝથી કરવા જઈ રહી છે.વનડે ફોર્મેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ વિશે જાણીએ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની વનડે સીરિઝ શરુ થશે. જેમાં પહેલી મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોની નજર આ સીરિઝને જીતી વર્ષ 2026ની શરુઆત શાનદાર રીતે કરવા માંગે છે.

ત્યારે પહેલી મેચ ખુબ મહત્વની હશે. ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં કેપ્ટન ગિલ અને શ્રેયસ અય્યરની વાપસી થઈ રહી છે. તો ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક નવા ચેહરા જોવા મળી શકે છે.

ભારતીય ટીમે અત્યારસુધી વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં એક પણ વનડે મેચ રમી નથી. ત્યારે બધાની નજર આ પીચ પર ટકેલી છે. આ સ્ટેડિયમમાં 3 મહિલા વનડે મેચ જરુર રમાઈ છે. જેમાં પહેલી બેટિંગ કરનારી ટીમે 2 મેચ પોતાને નામ કર્યા છે. તેમજ ટાર્ગેટનો પીછો કરનારી ટીમ એક વખત જીત મેળવી છે.

વનડે ફોર્મેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો. બંન્ને ટીમો વચ્ચે કુલ 120 મેચ રમાઈ છે.

જેમાં ભારતીય ટીમે 62 મેચમાં જીત મેળવી છે. તો ન્યુઝીલેન્ડની ટીમે 50 મેચમાં જીત મેળવી છે. બંન્ને ટીમ વચ્ચે એક મેચ ટાઈ રહી છે. જ્યારે 7 મેચ રદ્દ થઈ હતી

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતમાં કુલ 40 વનડે મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 31 મેચમાં જીત મેળવી છે. તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 8 મેચ જીતવામાં સફળ રહી છે.