
જસપ્રીત બુમરાહ માટે આ ટેસ્ટ ખૂબ જ મહત્વની બની રહી છે. આ બીજી વખત હશે જ્યારે તે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે. આ પહેલા બુમરાહે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. આ મેચ ઈંગ્લેન્ડમાં જ રમાઈ હતી અને ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મતલબ કે જસપ્રીત બુમરાહ આ વખતે કેપ્ટન તરીકે જીતનું ખાતું ખોલવા પર નજર રાખશે. વર્ષ 2022માં પણ તેણે રોહિતની જગ્યાએ કેપ્ટનશિપ કરી હતી. ત્યારે રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ટેસ્ટ મેચમાંથી બાહ્યર થઈ ગયો હતો.

બીજી તરફ, પેટ કમિન્સ પાસે બુમરાહ કરતાં વધુ કેપ્ટનશિપનો અનુભવ છે. તેણે અત્યાર સુધી 28 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી છે. આ સમયગાળા દરમિયાન પેટ કમિન્સે 17 મેચ જીતી છે અને 6 મેચ હારી છે. આ સાથે જ 5 મેચ ડ્રો રહી છે. આ સિવાય તેણે 62 ટેસ્ટ મેચ રમી છે અને 269 વિકેટ લીધી છે. તો બીજી તરફ બુમરાહે 40 ટેસ્ટ મેચ રમી છે અને 173 વિકેટ પોતાના નામે કરી છે. (All Photo Credit : PTI/Getty/ICC)
Published On - 7:07 pm, Thu, 21 November 24