Asian Games 2026: પિતા છેલ્લી મેચમાં ભારત સામે રમ્યા, હવે પુત્ર મેદાનમાં, એશિયન ગેમ્સમાં જોવા મળ્યો ખાસ નજારો

અફઘાનિસ્તાનનો દિગ્ગજ ક્રિકેટર ભારત સામે હાલમાં જ સમાપ્ત થયેલ શ્રેણીમાં રમ્યો હતો, હવે તેના પુત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું. એશિયન ગેમ્સમાં પિતા બાદ પુત્રની આ ખાસ એન્ટ્રીએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. જોકે, પિતાની જેમ મોટી ઇનિંગ રમવામાં પુત્ર નિષ્ફળ રહ્યો અને ડેબ્યૂ મેચમાં માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

| Updated on: Sep 24, 2026 | 7:15 PM
1 / 8
એશિયન ગેમ્સમાં મોહમ્મદ નબીના પુત્ર હસન ઈસાખિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. આ સાથે અફઘાન ક્રિકેટમાં પિતા બાદ પુત્રની નવી સફર શરૂ થઈ.

2 / 8
હસન ઈસાખિલ માટે ડેબ્યૂ મેચ યાદગાર તો બની, પરંતુ બેટિંગમાં તે ખાસ અસર છોડી શક્યો નહીં. તેણે 10 બોલનો સામનો કરીને માત્ર 3 રન બનાવ્યા.

3 / 8
હસનના પિતા મોહમ્મદ નબી અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર છે. એશિયન ગેમ્સ પહેલાં તેઓ ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં અફઘાન ટીમનો ભાગ હતા.

4 / 8
નબી અને હસન અગાઉ લીગ ક્રિકેટમાં સાથે રમી ચૂક્યા છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ હસને પિતાના પગલે આગળ વધવાની શરૂઆત કરી છે.

5 / 8
અફઘાનિસ્તાન અને જાપાન વચ્ચેની મેચમાં અફઘાન ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. મોહમ્મદ અકરમે 34 રનની ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન દરવેશ રસૂલીએ 29 રન બનાવ્યા.

6 / 8
અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા. ત્યારબાદ જાપાનની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવામાં શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળી હતી.

7 / 8
જાપાનના બેટ્સમેનો અફઘાન બોલરો સામે સતત વિકેટ ગુમાવતા રહ્યા અને 19.3 ઓવરમાં માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગયા. અફઘાનિસ્તાને 48 રને મેચ જીતી લીધી.

8 / 8
આ જીત સાથે અફઘાનિસ્તાને એશિયન ગેમ્સની શરૂઆત શાનદાર રીતે કરી. બીજી તરફ, હસન ઈસાખિલ માટે આ ડેબ્યૂ ભવિષ્યમાં અફઘાનિસ્તાનની સિનિયર ટીમમાં સ્થાન બનાવવાની સફરનું પહેલું પગથિયું બની ગયું. (PC:PTI/X)

Published On - 7:14 pm, Thu, 24 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.