
એટકિન્સને 10 જુલાઈના રોજ લોર્ડ્સમાં ડેબ્યુ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં એટકિન્સને પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી. આ રીતે, 10 વિકેટ હાંસલ કર્યા પછી, તેનું નામ લોર્ડ્સના ઓનર બોર્ડમાં નોંધાયેલું છે.

ગુસ એટકિન્સને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે લોર્ડ્સના ત્રણેય ઓનર બોર્ડમાં પોતાનું નામ નોંધાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ, મેચમાં 10થી વધુ વિકેટ અને સદી ફટકારનારા ખેલાડીઓમાં તેનું નામ નોંધાયેલું છે.