MS Dhoni Family Tree: શું તમે જાણો છો કે એમએસ ધોનીના પરિવારમાં કોણ કોણ છે?
Mahendra Singh Dhoni Family Tree: ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. સામાન્ય પરિવારની જેમ તેના પણ માતા-પિતા અને ભાઈ-બહેન છે. તેમની ફિલ્મમાં તેમના વિશે વધુ વિગતવાર જણાવવામાં આવ્યું નથી. આવો જાણીએ તેમના પરિવાર વિશે.
1 / 7
Mahendra Singh Dhoni Family Tree: ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. સામાન્ય પરિવારની જેમ તેના પણ માતા-પિતા અને ભાઈ-બહેન છે. તેમની ફિલ્મમાં તેમના વિશે વધુ વિગતવાર જણાવવામાં આવ્યું નથી. આવો જાણીએ તેમના પરિવાર વિશે.
2 / 7
એમએસ ધોનીના પિતા પાન સિંહ તેના સફળ જીવનમાં મહત્વની ભુમિકા છે. દરેક પિતાને આશા હોય કે તેનો છોકરો વાંચી લખી મોટું નામ કમાય, 2001માં ટીટીઈ પરિક્ષા પાસ કર્યા બાદ ધોનીને ખડગપુર રેલ્વે સ્ટેશન પર ટિકિટ પરિક્ષકની નોકરી મળી. જ્યારે ધોનીએ ક્રિકેટર બનવા માટે નોકરી છોડી તો તેના પિતાએ તેને સપોર્ટ કર્યો અને તેનું સપનું પૂર્ણ કરવામાં મદદ કરી.
3 / 7
એમએસ ધોનીના જીવનમાં તેની માતા દેવિકા દેવી સુખ દુખમાં ધોની સાથે ઉભી રહી છે. બાળપણમાં ધોનીએ ક્રિકેટર બનવા માટે તેની માતાનો ખુબ સપોર્ટ મળ્યો હતો. 2016માં વિશાખાપટ્ટનમમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ધોનીએ પોતાની જર્સીની પાછળ તેની માતાનું નામ પણ લખ્યું હતુ
4 / 7
ખુબ ઓછા લોકો જાણે છે કે, એમએસ ધોનીનો મોટો ભાઈ છે. જે તેનાથી 10 વર્ષ મોટો છે. સપ્ટેમ્બર 2016માં રિલીઝ થયેલી તેની બાયોપિકમાં તેના મોટા ભાઈ નરેન્દ્ર સિંહનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
5 / 7
એમએસ ધોનીની બહેનનું નામ જયંતી છે, જે ધોનીથી મોટી છે. જ્યંતીએ તેની માતા દેવકી દેવી સાથે મળી ધોનીને એક સફળ ક્રિકેટર બનાવવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. દિગ્ગજ ક્રિકેટરની મોટી બહેન એક અંગ્રેજી શિક્ષક છે.
6 / 7
સાક્ષી 2008માં તાજ બંગાળ, કોલકાતામાં ઇન્ટર્ન તરીકે કામ કરતી વખતે એમએસને મળી હતી. સાક્ષી તેની ઈન્ટર્નશિપના છેલ્લા દિવસે એક કોમન ફ્રેન્ડ દ્વારા સ્ટાર ક્રિકેટરને મળી હતી. મીટિંગ પછી ધોનીએ એક મિત્ર દ્વારા સાક્ષીનો નંબર માંગ્યો પ્રેમ શરૂ થયો. 4 જુલાઈ 2010ના રોજ, એમએસ ધોનીએ દેહરાદૂનમાં સાક્ષી સાથે લગ્ન કર્યા.
7 / 7
એમએસ ધોનીની પુત્રીનું નામ જીવા છે. 6 ફ્રેબુઆરી 2015ના રોજ જીવાનો જન્મ થયો હતો. પિતા પુત્રી વચ્ચે ખુબ પ્રેમ છે. ધોની જીવા સાથે તેનો ખાસ સમય પસાર કરે છે.
Published On - 3:14 pm, Thu, 1 June 23