
રિંકુ અને પ્રિય એક બીજાને પહેલેથી ઓળખે છે. પ્રિયાના એક મિત્રના પિતા એક ક્રિકેટર છે, જે રિંકુને પણ ઓળખે છે. તેમણે આ બંનેને મળવા માટે બોલાવ્યા અને ઓળખાણ વધી. એવો દાવો કરવામાં આવે છે કે પ્રિયાએ અલીગઢમાં રિંકુનું નવું ઘર ફાઇનલ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી રિંકુએ IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે પોતાની વિસ્ફોટક બેટિંગથી છાપ છોડી છે. KKR એ તેને 2025 ની IPL સીઝનમાં 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યા. તેઓ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહ્યા છે, જોકે રિઝર્વ ખેલાડી તરીકે.
