
કેએલ રાહુલે વર્ષ 2021માં જ અથિયા શેટ્ટીના જન્મદિવસ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી, જેના પછી આ બંને કપલ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન રાહુલ સેટ પર પહોંચ્યો હતો, જ્યાં રાહુલ અને અથિયાએ કપલ પોઝ પણ આપ્યો હતો

ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં અભિનેત્રી સૂરજ પંચોલી સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

આ પછી અભિનેત્રી અનિલ કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. આ પછી અથિયા 'નવાબઝાદે', 'મોતીચૂર ચકનાચૂર' અને 'તડપ' જેવી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.(Photo: Athiya Shetty insta)
Published On - 3:43 pm, Wed, 21 June 23