
જો આપણે દુબઈના મેદાન પર એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો, ઝડપી બોલરો સ્પિનરો કરતા વધુ ફાયદાકારક સાબિત થયા છે. પરંતુ ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન, સ્પિનરોએ 11 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી હતી. દુબઈની પિચ હાલમાં સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સ્પિનર તનવીર સંઘાને પણ ટીમમાં સ્થાન આપી શકે છે.

તનવીર અત્યાર સુધીમાં ત્રણ વનડે રમી ચૂક્યો છે જેમાં તેણે બે વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે તનવીરનો ભારત સાથે સંબંધ છે. તેના પિતા પંજાબના છે. 1997માં તેઓ ભારત છોડીને ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાં જ સ્થાયી થયા.

ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેકગર્ક, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ/એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, સ્પેન્સર જોહ્ન્સન, નાથન એલિસ, સીન એબોટ, એડમ ઝામ્પા, તનવીર સંઘા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)