
તમને જણાવી દઈએ કે, IND vs AUS ચેમ્પિયન ટ્રોફી 2025ની ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ સેમિફાઈનલ મેચ 4 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરના 2 : 30 કલાકથી શરુ થશે.

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઇનલ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર ઉપલબ્ધ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સેમિફાઇનલ મેચનો પણ આનંદ માણી શકાશે. આ માટે, તમારે Jio Hotstar એપ અથવા વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જો કોઈની પાસે Jio Hotstar સબ્સ્ક્રિપ્શન ન હોય, તો પણ તેઓ તેમના મોબાઇલ અથવા લેપટોપ પર આ મેચનો મફતમાં આનંદ માણી શકે છે.

ભારતીય ટીમ પર નજર કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ,વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા છે.
Published On - 11:15 am, Mon, 3 March 25