
ચેમ્પિયન ટ્રોફીની પહેલી સેમિફાઈનલ મેચ 4 માર્ચના રોજ દુબઈના ઈન્ટરનેશનલ મેદાનમાં ગ્રુપ એ અને ગ્રુપ બી વચ્ચે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચના રોજ લાહૌરના ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ બી અને ગ્રુપ એ વચ્ચે રમાવાની છે.ગ્રુપ A ની નંબર વન ટીમ સેમિફાઇનલમાં ગ્રુપ B ની નંબર 2 ટીમ સામે ટકરાશે. જ્યારે ગ્રુપ બીની નંબર 1 ટીમ અને ગ્રુપ બીની નંબર 2 ટીમ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. જો સેમિફાઇનલ મેચ ટાઇ થાય તો તેનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે. પરંતુ જો સુપર ઓવર શક્ય ન બને અને વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ થાય તો ગ્રુપમાં ટોચ પર રહેનાર ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે.

બીજી સેમિફાઈનલ લાહૌરમાં રમાવાની છે. પરંતુ ચેમ્પિયન ટ્રોફી પહેલા જ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન રમવા માટે જશે નહિ. આવામાં જો ભારતને લાહૌરમાં બીજી સેમિફાઈનલ રમવા ન જવું હોય તો કોઈ પણ સંજોગોમાં તેમણે ગ્રુપ એમાં ટોપ પર રહેવું પડશે. તેમજ ટોપ પર રહેવા માટે તેમણે ત્રણેય મેચ જીતવી પડશે.

ગ્રુપ એ અને ગ્રુપ બીમાં 4-4 ટીમો છે. કોઈ એક ટીમ ત્રણેય મેચ જીતી શકે છે. એવું નથી કે, એક ગ્રુપની ત્રણેય મેચ જીતી જાય. જો ભારત એક મેચ હાર્યું તો તે ગ્રુપની બીજા નંબર પર રહેશે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીના શેડ્યુલ મુજબ ગ્રુપનીએની બીજા સ્થાને રહેનારી ટીમને લાહૌરમાં મેચ રમવી પડશે. આવામાં ભારતીય ટીમને કાંતો પાકિસ્તાનમાં મેચ રમવા માટે જવું પડશે. કા પછી બીજી ટીમને વોકઓવર આપવું પડશે.

જો ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં વોકઆઉટ કરે છે અને પાકિસ્તાન રમવા માટે નહિ જાય તો ભારતીય ટીમ ફાઈનલ રમી શકશે નહિ. કારણ કે,આવું આઈસીસીના શેડ્યુલ જોઈને લાગે છે, જેમાં ફાઈનલ માટે કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી.તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર રમાઈ રહી છે. જેમાં ભારતની તમામ મેચ દુબઈમાં રમાશે.