
આ સિવાય ભારતીય ટીમને ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતવા પર 34 હજાર ડોલર એટલે કે, 30 લાખ રુપિયા આપવામાં આવ્યા છે. તેમજ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અંદાજે 1 કરોડ રુપિયા પણ મળ્યા છે.

ખાસ વાત એ હતી કે, ન્યૂઝીલેન્ડની ટીમને ઈનામ તરીકે મોટી રકમ પણ મળી હતી. આ વખતે રનરઅપ ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ સેમિફાઇનલમાં હારેલી બે ટીમો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને અંદાજે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગ્રુપ સ્ટેજમાં ભાગ લેનારી ટીમો પણ ખાલી હાથ રહી નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંપૂર્ણપણે ભારતીય ટીમના નામે હતી. આ ટુર્નામેન્ટમાં કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મેચ જીતનારી તે એકમાત્ર ટીમ હતી.

આ પછી, ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યાં ફરી એકવાર તેનો સામનો કિવી ટીમ સાથે થયો. પરંતુ આ વખતે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો અને 4 વિકેટે મેચ જીતીને ચેમ્પિયન બની હતી.