
જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતની પહેલી મેચ 20 ફ્રેબુઆરીના રોજ બાંગ્લાદેશ સાથે છે. ત્યારબાદ 23 ફ્રેબુઆરીના રોજ મેચ રમવા ટીમ ઉતરશે. એક બાજુ પાકિસ્તાન પોતાની મેચ રમી કરાંચીથી દુબઈ પહોંચવાનું રહેશે. તો ટીમ ઈન્ડિયા દુબઈમાં જ કેમ્પ કરી રહી હશે.

પાકિસ્તાનને દુબઈ પહોચી વધુ પ્રેક્ટિસ મેચ પણ રમી શકશે નહિ. ભારતીય ટીમ દુબઈમાં જ હશે. એટલે તેની પાસે તૈયારી કરવાનો સમય હશે. સાથે દુબઈ જે મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ત્યાં ભારતીય ટીમ પહેલા જ બાંગ્લાદેશ સાથે મેચ રમી ચૂકી હશે.એટલા માટે તેને પિચની પહેલાથી જ જાણકારી હશે. એકબાજુ ટીમ ઈન્ડિયાને ફાયદો મળી શકે છે, તો બીજી બાજુ પાકિસ્તાનની ટીમને નુકસાન ભોગવવાનો વાળો આવી શકે છે.
Published On - 10:14 am, Wed, 15 January 25