
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે 9 માર્ચના રોજ રમાનારી ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈસીસીએ પહેલા નક્કી કર્યું હતુ કે,ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચે છે તો પાકિસ્તાનમાં ફાઈનલ રમશે નહી. ભલે પાકિસ્તાનની પાસે યજમાની છે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી હતી. કારણ કે, ટીમના ખેલાડીઓની સુરક્ષા પર સવાલો હતો. ભારતે ચેમ્પિયન ટ્રોફીની 3 મેચ અને સેમિફાઈનલ દુબઈમાં રમી છે.

ટીમ ઈન્ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્થળ પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ 9 માર્ચ નક્કી કરવામાં આવી હતી.ફાઇનલમાં ભારત કોનો સામનો કરશે તે હજુ નક્કી નથી. તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે. બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા લાહોરમાં ટકરાશે.