
ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ઝહીર ખાન અને યુવરાજ સિંહ હવે નવી ભૂમિકામાં સાથે જોવા મળશે. બંનેની આ ભાગીદારી કેનેડા સુપર 60 લીગ સાથે જોડાયેલી છે.

કેનેડા સુપર 60ની બીજી સીઝન પહેલા ઝહીર ખાન વાનકુવર એન્કર્સ ફ્રેન્ચાઇઝીનો સહ-માલિક બન્યો છે.

ખાસ વાત એ છે કે ઝહીર ખાનનો જૂનો સાથે અને સારો મિત્ર યુવરાજ સિંહ આ લીગનો સહ-માલિક છે.

ઝહીરે સ્ટોકહોમ સ્થિત એન્કર સ્પોર્ટ્સ એબી અને ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક નાગેન્દ્ર ‘નાગા’ સિદ્ધૌતમ સાથે ભાગીદારી કરી છે.

આ માલિકી જૂથ વાનકુવર એન્કર્સની પુરુષ અને મહિલા બંને ટીમોનું સંચાલન કરશે. ઝહીરનો અનુભવ ટીમના પ્રદર્શન અને યુવા ખેલાડીઓના વિકાસમાં ઉપયોગી થશે.

ઝહીરે પોતાની નવી ભૂમિકા અંગે કહ્યું કે કેનેડા સુપર 60 વિશ્વ કક્ષાની લીગ છે અને હવે એસોસિયેટ દેશો તથા મહિલા ક્રિકેટને મોટા સ્તરે લઈ જવાનો સમય છે.

યુવરાજ સિંહે પણ ઝહીરના લીગમાં જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ ભારત માટે રમતી વખતે અનેક યાદગાર ક્ષણો સાથે વિતાવી છે.

કેનેડા સુપર 60ની બીજી સીઝન 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન વાનકુવરના બીસી પ્લેસ ખાતે રમાશે. ટુર્નામેન્ટમાં છ ફ્રેન્ચાઇઝી વચ્ચે પુરુષ અને મહિલા વિભાગની કુલ 24 મેચ રમાશે. (PC:PTI/X)