Breaking News: વિશ્વ રેકોર્ડ સાથે વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે ભારતીય કેપ્ટન, વધુ એક માઈલસ્ટોનથી માત્ર 3 મેચ દૂર

હરમનપ્રીત કૌર વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પ્રવેશતા પહેલા જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકી છે. તે હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ખેલાડી બની ગઈ છે. તેની પાસે વર્લ્ડ કપમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવાની તક છે.

| Updated on: Jun 03, 2026 | 5:29 PM
1 / 5
2026 વિમેન્સ T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થવાનો છે. ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સૌથી વધુ મેચ રમવાના વિશ્વ રેકોર્ડ સાથે T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે.

2 / 5
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં પ્રવેશતા પહેલા હરમનપ્રીત કૌરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ છે. તેણીએ ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડી હતી, જેણે આ વર્ષે એપ્રિલમાં મહિલા T20 વર્લ્ડ કપ 2026 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની લીધી હતી.

3 / 5
હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની અંતિમ મેચમાં સુઝી બેટ્સનો રેકોર્ડ તોડ્યો હતો. હરમનપ્રીત કૌરે હવે 368 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 7 ટેસ્ટ, 164 ODI અને 197 T20Iનો સમાવેશ થાય છે. સુઝી બેટ્સે 184 ODI અને 187 T20I સહિત 367 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

4 / 5
હરમનપ્રીત કૌર T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાના વિશ્વ રેકોર્ડ સાથે તો પ્રવેશ કરશે જ, તે ઉપરાંત હરમનપ્રીત આ વર્લ્ડ કપમાં એક એવી સિદ્ધિ હાંસલ કરશે, જે  વિશ્વની કોઈ ખેલાડી હાંસલ કરી શકી નથી.

5 / 5
હરમનપ્રીત કૌર 2026 મહિલા T20 વર્લ્ડ કપમાં 200 T20I મેચ રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની શકે છે. 197 T20I રમ્યા પછી, હરમનપ્રીત કૌર તેના 200મા T20I મેચથી ત્રણ મેચ દૂર છે. 21 જૂને દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ મેચ તેની 200મી T20I મેચ હોઈ શકે છે. (PC: PTI/Getty)

Follow Us