
ઈન્ડિયા A અને શ્રીલંકા A ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં પહોંચતા ટુર્નામેન્ટ વધુ રોમાંચક બની ગઈ છે. ચોથી મેચ બાદ થયેલા વિવાદને કારણે આ મુકાબલો ખાસ ચર્ચામાં છે.

ચોથી મેચ ટાઈ રહી હતી અને ત્યારબાદ સુપર ઓવરમાં શ્રીલંકા A એ ઈન્ડિયા A ને હરાવ્યું હતું. મેચ પૂર્ણ થયા પછી વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બાગે વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી.

આ ઘટનાના કારણે હવે ફાઈનલને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. વૈભવ માટે પણ પોતાની ટીમને જીત અપાવી જવાબ આપવાની મોટી તક હશે.

ફાઈનલ મેચ 20 જૂને રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ મેચ સવારે 10 વાગ્યે શરૂ થશે.

શ્રીલંકા A એ લીગ તબક્કામાં ત્રણ જીત સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઈન્ડિયા A બે જીત સાથે બીજા સ્થાને રહ્યું હતું. હવે બંને ટીમો વચ્ચેની ફાઈનલ ટક્કરમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. (PC:PTI/X/AI)