Breaking News: IPLમાં સૌથી વધુ ટીમો માટે રમનારા ટોપ 5 ખેલાડીઓ, પહેલા નંબરવાળો 9 ફ્રેન્ચાઈઝી માટે રમ્યો

IPL માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખેલાડીઓના ટ્રાન્સફર અને ઓક્શનનો પણ મોટો મંચ રહ્યો છે. ઘણા ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને સતત સારા પ્રદર્શનના કારણે અનેક ફ્રેન્ચાઈઝીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેટલાક ક્રિકેટરો તો પાંચથી વધુ IPL ટીમો માટે રમી ચૂક્યા છે. એક ખેલાડી એવો પણ છે જેને નવ અલગ-અલગ ટીમોએ ખરીદ્યો હતો. ચાલો જાણીએ IPL માં સૌથી વધુ ટીમો માટે રમનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

| Updated on: May 21, 2026 | 8:05 PM
1 / 6
IPLમાં દર વર્ષે ખેલાડીઓની હરાજી થતી હોવાથી ઘણા ક્રિકેટરો અલગ-અલગ ટીમો માટે રમતા જોવા મળે છે. કેટલાક ખેલાડીઓ એવા પણ રહ્યા છે જેમણે પોતાની કારકિર્દીમાં પાંચથી વધુ ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે. વચાલો જાણીએ IPL માં સૌથી વધુ ટીમો માટે રમનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

2 / 6
ઓસ્ટ્રેલિયાnનો ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ આ યાદીમાં સૌથી ઉપર છે. એરોન ફિન્ચ IPLમાં કુલ 9 ટીમો માટે રમ્યો છે. તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેચો રમી હતી.

3 / 6
ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ IPLમાં 8 ટીમો માટે રમ્યો છે અને આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ, રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે.

4 / 6
મનીષ પાંડે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. મનીષ પાંડે IPLમાં 7 ટીમો માટે રમી ચૂક્યો છે. મનીષ પાંડે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પુણે વોરિયર્સ ઈન્ડિયા, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો છે.

5 / 6
ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPLમાં 6 ટીમો તરફથી રમ્યો છે અને આ યાદીમાં ચોથા ક્રમે છે. દિનેશ કાર્તિક IPLમાં દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો.

6 / 6
પાંચમા ક્રમે છે યુવરાજ સિંહ. પૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ IPLમાં 6 ટીમો માટે રમ્યો હતો. યુવરાજે પંજાબ કિંગ્સ, પુણે વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં મેચો રમી હતી. (PC:PTI/X)

Follow Us