Breaking News : ટીમ ઈન્ડિયા 10 મહિનામાં રમશે 20 વનડે, વિરાટ-રોહિતના ચાહકો માટે સારા સમાચાર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માના ચાહકો માટે સારા સમાચાર છે. BCCI એ ટીમ ઈન્ડિયાના સ્થાનિક શેડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં આ બંને દિગ્ગજોને આગામી 10 મહિનામાં 20 ODI રમવાની તમ મળશે. જાણો આ 20 ODI ક્યારે, ક્યાં અને કોની સામે રમાશે.

| Updated on: Mar 26, 2026 | 5:31 PM
1 / 8
BCCIએ ટીમ ઈન્ડિયાની ડોમેસ્ટિક સિઝનની જાહેરાત કરી છે, જેમાં પુષ્ટિ આપવામાં આવી છે કે ભારતીય ટીમ આગામી 10 મહિનામાં 20 વનડે રમશે, જે વિરાટ કોહલી અને રોહિત શર્માના ચાહકો માટે સારા સમાચાર છે.

2 / 8
બંને અનુભવી ખેલાડીઓ હવે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. વિરાટ અને રોહિતે ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેથી 20 ODI તેમના માટે 2027 વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં રહેવાની તક છે.

3 / 8
ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા IPL પછી જૂનમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે. પહેલી વનડે 14 જૂને ધર્મશાલામાં, બીજી વનડે 17 જૂને લખનૌમાં અને ત્રીજી વનડે 20 જૂને ચેન્નાઈમાં રમાશે.

4 / 8
14 જુલાઈથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ જોવા મળશે. પહેલી વનડે 14 જુલાઈએ બર્મિંગહામમાં, બીજી વનડે 16 જુલાઈના રોજ કાર્ડિફમાં, ત્રીજી વનડે 19 જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે રમાશે.

5 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં, બીજી વનડે 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી વનડે 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે.

6 / 8
ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

7 / 8
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે 13 ડિસેમ્બરે દિલ્હીમાં, બીજી વનડે 16 ડિસેમ્બરે બેંગલુરુમાં અને ત્રીજી વનડે 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

8 / 8
ઝિમ્બાબ્વે સામેની પહેલી વનડે મેચ 3 જાન્યુઆરીએ કોલકાતામાં, બીજી વનડે 6 જાન્યુઆરીએ હૈદરાબાદમાં અને ત્રીજી વનડે 9 જાન્યુઆરીએ મુંબઈમાં રમાશે.(PC:PTI/X)

Follow Us