
IPL 2026 શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 28 માર્ચથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, સૌથી વધુ રન આઉટ થયેલા ખેલાડીઓ વિશે જાણો.

IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન આઉટ થનારા ટોચના ત્રણ બેટ્સમેન ભારતીય ખેલાડીઓ છે. આ ત્રણેય ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ છે. ચાલો જાણીએ કે આ ખેલાડીઓ કોણ છે.

ગૌતમ ગંભીર IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન આઉટ થનાર ખેલાડી છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચે 154 IPL મેચ રમી છે અને 16 વખત રન આઉટ થયો છે.

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન પણ સૌથી વધુ રન આઉટ થયો છે. ધવને 2008 થી 2024 સુધી IPL રમી હતી અને 16 રન આઉટ થયો છે.

રન-આઉટ થવાની યાદીમાં દિનેશ કાર્તિક પર પાછળ નથી. કાર્તિકે 257 IPL મેચ રમી છે અને 15 વખત રન આઉટ થયો છે. (PC:PTI/X)
Published On - 9:55 pm, Mon, 16 March 26