
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ શુભમન ગિલને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.

અગાઉ દસમા ક્રમે રહેલો ગિલ હવે બે સ્થાનનો ઉછાળો મેળવીને આઠમાં ક્રમે પહોંચી ગયો છે.

લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોમાં શુભમન ગિલના 743 રેટિંગ પોઈન્ટ થયા છે.

એક તરફ ગિલને રેન્કિંગમાં ફાયદો થયો છે, તો બીજી તરફ ઓપનર યશસ્વી જયસ્વાલને રેન્કિંગમાં નુકસાન થયું છે.

જયસ્વાલ આઠમા સ્થાનેથી એક ક્રમ નીચે સરકીને નવમા સ્થાને પહોંચી ગયો છે. (PC:PTI/X/ICC)