
જોબર્ગ સુપર કિંગ્સે SA20 માં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલને ટીમનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. સ્ટીફન ફ્લેમિંગ ઈંગ્લેન્ડનો હેડ કોચ બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોબર્ગ સુપર કિંગ્સના મુખ્ય કોચ બન્યા બાદ એલ્બી મોર્કેલે ખુશી વ્યક્ત કરી હતી. મોર્કેલે કહ્યું હતું કે હવે તે જ ફ્રેન્ચાઇઝીની ટીમનો મુખ્ય કોચ બનવું ગર્વની વાત છે જેના માટે તે IPLમાં રમ્યો હતો.

એલ્બી મોર્કેલે કહ્યું, "જોબર્ગ સુપર કિંગ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ખેલાડી તરીકે સુપર કિંગ્સની જર્સી પહેરી હતી અને હવે મુખ્ય કોચ તરીકે ટીમમાં જોડાવું એ એક ખાસ સફર છે. મને આશા છે કે હું આ ટીમને આગળ લઈ જવા માટે મારું સર્વસ્વ આપીશ."

એલ્બી મોર્કેલની વાત કરીએ તો, તેનું નામ IPLના ઈતિહાસમાં અંકિત થઈ છે. IPLમાં સૌથી લાંબી છગ્ગો ફટકારવાનો રેકોર્ડ મોર્કેલના નામે છે. 2008માં, ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે 125 મીટરનો છગ્ગો માર્યો હતો.

એલ્બી મોર્કેલે 91 IPL મેચોમાં 24 થી વધુની સરેરાશથી 974 રન બનાવ્યા છે અને 85 વિકેટ લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 58 ODI, 50 T20I અને એક ટેસ્ટ મેચ રમી હતી. (PC: GETTY IMAGES)
Published On - 9:37 pm, Thu, 30 July 26