
ઈન્ડિયા A ટીમે શ્રીલંકાના પ્રવાસ પર ત્રિકોણીય ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી, અને ઋતુરાજ ગાયકવાડ આ જીતનો હીરો રહ્યો. વાઈસ કેપ્ટન ગાયકવાડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે તે લિસ્ટ A ક્રિકેટમાં ODI ફોર્મેટમાં સૌથી વધુ સરેરાશ ધરાવતો બેટ્સમેન બની ગયો છે.

દામ્બુલામાં શ્રીલંકા A સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડે 114 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ગાયકવાડની 100 મી લિસ્ટ A મેચ રમી હતી.

પોતાની 100 મી મેચમાં ઋતુરાજ ગાયકવાડે ODI ફોર્મેટમાં પોતાની 21મી સદી પૂર્ણ કરી. આ સદી સાથે ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ બેટિંગ સરેરાશનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડની બેટિંગ સરેરાશ 59.3 છે, જે હવે લિસ્ટ A ક્રિકેટમાં ઓછામાં ઓછી 50 ઇનિંગ્સ રમનારા વિશ્વના તમામ બેટ્સમેનોમાં સૌથી વધુ છે. તેણે આ સંદર્ભમાં ભારતીય સ્ટાર વિરાટ કોહલી (57.91) અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈકલ બેવન (57.85) ને પાછળ છોડી દીધા છે.

ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી રમેલી 100 લિસ્ટ A મેચોની 96 ઇનિંગ્સમાં 5,161 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 21 સદી અને 19 અડધી સદી ફટકારી છે. તેણે એક બેવડી સદી (220 અણનમ) પણ ફટકારી હતી. (PC: PTI)