Breaking News: ન બેટ પકડ્યું, ન બોલ ફેંક્યો છતાં આ 7 દિગ્ગજોએ RCBને બનાવ્યું IPL 2026 ચેમ્પિયન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2026ની ટ્રોફી જીતી ત્યારે સમગ્ર ચર્ચા વિરાટ કોહલી, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા સ્ટાર ખેલાડીઓની હતી. પરંતુ શું તમે જાણો છો કે RCBની આ ઐતિહાસિક જીત પાછળ એવા 7 દિગ્ગજો પણ હતા, જેમણે એક પણ બોલ ફેંક્યો નહીં, એક પણ રન બનાવ્યો નહીં અને મેદાનમાં બેટ પણ પકડ્યું નહીં? તેમ છતાં તેમની રણનીતિ, આયોજન અને માર્ગદર્શને ટીમને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. હવે જાણીએ કે આ પડદા પાછળના હીરો કોણ હતા.

| Updated on: Jun 01, 2026 | 4:35 PM
1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી RCBએ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. વિરાટ કોહલી, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ મેદાન પર જીતના હીરો રહ્યા, પરંતુ આ સફળતા પાછળ સપોર્ટ સ્ટાફની પણ એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પડદા પાછળ કામ કરનારા સાત દિગ્ગજોએ ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.

2 / 5
RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને ટીમની સફળતાનો સૌથી મોટો શ્રેય આપવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે સતત સારું પ્રદર્શન કર્યું છે. ફ્લાવરે એવી ટીમ તૈયાર કરી, જેને હરાવવી વિરોધી ટીમો માટે મુશ્કેલ બની ગઈ. તેમની વ્યૂહરચના અને નેતૃત્વે RCBને નવી ઊંચાઈએ પહોંચાડી છે.

3 / 5
ટીમના માર્ગદર્શક અને બેટિંગ કોચ દિનેશ કાર્તિકે પણ ખેલાડીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ખેલાડીઓ સાથે ખુલ્લી ચર્ચા કરીને તેમની નબળાઈઓ દૂર કરવામાં મદદ કરે છે. IPL હરાજી દરમિયાન પણ તેમની સલાહના આધારે ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

4 / 5
ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે ટીમની માનસિકતા બદલવામાં વિશેષ યોગદાન આપ્યું. તેમણે ખેલાડીઓમાં નિર્ભય અભિગમ અને જીતવાની માનસિકતા વિકસાવી. રજત પાટીદારને કેપ્ટન બનાવવાના નિર્ણયમાં પણ તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

5 / 5
આ ઉપરાંત ફાસ્ટ બોલિંગ કોચ ઓમકાર સાલ્વી, ફિલ્ડિંગ કોચ રિચાર્ડ હાલ્સોલ, સ્કાઉટિંગ હેડ એમ. રંગરાજન અને એનાલિસ્ટ ફ્રેડી વાઇલ્ડીએ પણ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ તમામ દિગ્ગજોના સંયુક્ત પ્રયાસોના કારણે જ RCB IPL 2026માં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. (PC:X/IPL/RCB)

Follow Us