
કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અચાનક IPL 2026 છોડી પોતાના દેશ પરત ગયો છે. રચિન રવિન્દ્ર આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક પણ મેચમાં રમ્યો નથી.

KKR એ શુક્રવારે જાહેરાત કરી કે રચિન રવિન્દ્ર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરવા માટે ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે. રચિન રવિન્દ્રને KKR એ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઈંગ્લેન્ડમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડ 27 મેથી બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ 4 જૂને લોર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે.

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 થી 21 જૂન દરમિયાન ઓવલ ખાતે અને અંતિમ ટેસ્ટ 25 થી 29 જૂન દરમિયાન નોટિંગહામમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે.

રચિન રવિન્દ્રએ ટેસ્ટ ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્રએ ઓગસ્ટ 2025માં ઝિમ્બાબ્વે સામે અણનમ 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ક્રાઇસ્ટચર્ચમાં 176 અને ડિસેમ્બરમાં માઉન્ટ મૌંગાનુઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 72 રન બનાવ્યા હતા. (PC: PTI)