Breaking News: આ 2 ટીમો હાર્દિક પંડ્યાને ખરીદવા માંગતી નથી, CSK-KKR-RR વચ્ચે જંગ

IPL 2027 પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને ચર્ચાઓ તેજ બની છે. મુંબઈ ઈન્ડિયન્સ તેને રિલીઝ કરી શકે તેવી અટકળો વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ તેને ટીમમાં સામેલ કરવા આતુર હોવાનું કહેવાય છે. બીજી તરફ માત્ર બે ફ્રેન્ચાઈઝીએ જ હાર્દિકમાં રસ ન દર્શાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

| Updated on: Jul 01, 2026 | 5:11 PM
1 / 5
હાર્દિક પંડ્યાના IPL 2027 ને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. અહેવાલો મુજબ મુંબઈ ઈન્ડિયન્સ તેને ટ્રેડ અથવા રિલીઝ કરી શકે છે. તેના કારણે અનેક ફ્રેન્ચાઈઝીઓએ હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવાની તૈયારી શરૂ કરી છે.

2 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને હવે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ હાર્દિકને ટીમ સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને KKR નવા કેપ્ટનની શોધમાં છે, જ્યારે CSKને અનુભવી ઓલરાઉન્ડરની જરૂર છે.

3 / 5
હાર્દિક મધ્યક્રમમાં આક્રમક બેટિંગ કરવાની સાથે ઉપયોગી ફાસ્ટ બોલિંગ પણ કરે છે. આ જ કારણ છે કે તે કોઈપણ ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે અને તેની માંગ સતત વધી રહી છે.

4 / 5
અહેવાલો અનુસાર સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સિવાય લગભગ તમામ ટીમો હાર્દિકમાં રસ ધરાવે છે. જોકે ટ્રેડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

5 / 5
હાર્દિકે અત્યાર સુધી IPLમાં 162 મેચમાં 2,955 રન અને 82 વિકેટ મેળવી છે. IPL 2026 સિઝન તેના માટે ખરાબ રહી હતી, છતાં તેની ઓલરાઉન્ડ ક્ષમતા અને કેપ્ટનશીપ અનુભવને કારણે તે ટ્રેડ ડિલનો સૌથી ચર્ચિત ખેલાડી બન્યો છે. (PC: PTI/X/AI)

Follow Us