
IPL 2027 પહેલા થયેલી મોટી ટ્રેડ ડીલમાં ઋષભ પંત લખનૌ સુપરજાયન્ટ્સ છોડીને ફરી દિલ્હી કેપિટલ્સમાં જોડાયો છે. કુલદીપ યાદવના બદલામાં થયેલી આ ડીલ બાદ પંત ફરી પોતાની જૂની ફ્રેન્ચાઈઝી સાથે જોવા મળશે.

ટ્રેડ ડીલ જાહેર થતાં જ પંતની એક હરકત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ. લખનૌ સુપરજાયન્ટ્સ છોડ્યા બાદ તેણે ટીમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને અનફોલો કરી દીધું હતું.

પંતના આ પગલાં પછી ચાહકોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ઘણા ફેન્સનું માનવું છે કે ટ્રેડ અને ટીમ મેનેજમેન્ટ સાથેના સંબંધો વચ્ચે કંઈક એવું બન્યું હશે જેના કારણે પંતે આ નિર્ણય લીધો.

અહેવાલો અનુસાર IPL 2026 દરમિયાન પંતની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેને કેપ્ટન પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે લખનૌ મેનેજમેન્ટે આ વાતને નકારી હતી.

LSG મેનેજમેન્ટનું કહેવું હતું કે પંતે પોતાની ઈચ્છાથી કેપ્ટનશીપ છોડવાની ઓફર કરી હતી. હવે ટીમ છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર કરાયેલા આ બદલાવે ફરી એકવાર પંત અને લખનૌ વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા ગરમાવી દીધી છે. (PC:/X/IPL/LSG)
Published On - 5:22 pm, Tue, 23 June 26