Breaking News: સચિન, ધોની, વિરાટ ? … 15 વર્ષની ઉંમરે IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોને માને છે પોતાનો આદર્શ?

IPL 2026માં માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં તેણે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. નિર્ભય-આક્રમક બેટિંગ અને લાંબા છગ્ગાઓ ફટકારી ધમાલ મચાવનાર વૈભવ કોને પોતાને આદર્શ માને છે? ચાલો જાણીએ.

| Updated on: May 28, 2026 | 4:00 PM
1 / 5
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 દરમિયાન અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં તેણે માત્ર 29 બોલમાં 97 રન ફટકારીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેની આ ઇનિંગમાં આક્રમકતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાયો હતો.

2 / 5
આ સિઝનમાં વૈભવે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો છે. ક્રિસ ગેલે 2012માં એક સિઝનમાં 59 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે વૈભવે IPL 2026માં 65 છગ્ગા ફટકારીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ સિદ્ધિ માત્ર 15 વર્ષની ઉંમરે મેળવવી એ અસાધારણ વાત છે.

3 / 5
JioStar સાથેની વાતચીત દરમિયાન વૈભવે જણાવ્યું હતું કે સચિન, ધોની, વિરાટ નહીં, પણ યુવરાજ સિંહ અને બ્રાયન લારા તેના સૌથી મોટા આદર્શ છે. તેણે કહ્યું કે બંને ખેલાડીઓ એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવતા હતા અને જ્યારે તેઓ ક્રીઝ પર રહેતા ત્યારે વિરોધી ટીમ માટે વાપસી કરવી મુશ્કેલ બની જતી હતી.

4 / 5
વૈભવે વધુમાં જણાવ્યું કે યુવરાજ અને લારાની નિર્ભય બેટિંગ શૈલી તેને સૌથી વધુ પ્રેરણા આપે છે. ખાસ કરીને દબાણની પરિસ્થિતિમાં પણ આક્રમક રમત રમવાની તેમની ક્ષમતાએ તેને પ્રભાવિત કર્યો છે. વૈભવની હાલની બેટિંગમાં પણ આ જ આત્મવિશ્વાસ અને આક્રમકતા સ્પષ્ટ જોવા મળે છે.

5 / 5
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ પાસે IPL ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારવાનો મોકો હતો. તેણે માત્ર 27 બોલમાં 97 રન બનાવી લીધા હતા અને તે ક્રિસ ગેલનો 30 બોલમાં સદીનો રેકોર્ડ તોડવાની નજીક હતો. જોકે, વધુ એક મોટો શોટ રમવાના પ્રયાસમાં તે કેચ આઉટ થઈ ગયો અને માત્ર ત્રણ રનથી ઐતિહાસિક સદી ચૂકી ગયો. (PC:PTI/X)

Published On - 3:59 pm, Thu, 28 May 26

Follow Us