Breaking News: 15,000 કરોડ રૂપિયામાં ટીમ ખરીદનાર રાજસ્થાન રોયલ્સનો નવો માલિક કાલ સોમાણી કોણ છે?

IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ માટે મોટા બદલાવના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં સ્થાયી ઉદ્યોગપતિના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે રાજસ્થાન રોયલ્સ ટીમને અંદાજે 15,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. જાણો રાજસ્થાન રોયલ્સનો નવો માલિક કોણ છે?

| Updated on: Mar 24, 2026 | 8:25 PM
1 / 6
રાજસ્થાન રોયલ્સ હવે નવા માલિકીના યુગમાં પ્રવેશી રહી છે. કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ટીમમાં હિસ્સો મેળવી લીધો છે. આ સોદો માત્ર આર્થિક દૃષ્ટિએ જ નહીં પરંતુ IPLના વૈશ્વિક પ્રભાવ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2 / 6
કાલ સોમાણી અમેરિકામાં સ્થિત ઉદ્યોગપતિ છે, જેને એડ-ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા પ્રાઈવસી ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે. તે સ્કોટ્સડેલ, એરિઝોનામાં રહે છે અને Truyo.AI જેવી કંપની સાથે જોડાયેલો છે.

3 / 6
રમતગમત ક્ષેત્રમાં પણ સોમાણીનું રોકાણ નોંધપાત્ર રહ્યું છે. તે Motor City Golf Club નો સહ-માલિક છે અને TGF Golf League તથા TMRW Sports જેવા પ્રોજેક્ટ્સમાં પણ ભાગીદાર રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે તે લાંબા ગાળાના સ્પોર્ટ્સ ઈન્વેસ્ટર તરીકે જાણીતો છે.

4 / 6
આ સોદામાં તેને મજબૂત આંતરરાષ્ટ્રીય ટેકો પણ મળ્યો છે. રોબ વોલ્ટન, જે Walmart પરિવારના સભ્ય છે, તેમનો આ કન્સોર્ટિયમમાં મહત્વનો ફાળો છે. વોલ્ટન NFL ટીમ Denver Broncosના માલિક પણ છે.

5 / 6
આ ઉપરાંત, શીલા ફોર્ડ હેમ્પના નેતૃત્વ હેઠળનો હેમ્પ પરિવાર પણ આ સોદામાં જોડાયેલો છે. તેઓ Detroit Lionsના માલિક છે અને Ford Motor Company સાથે સંકળાયેલા ફેમસ પરિવારના સભ્ય છે.

6 / 6
ઉલ્લેખનીય છે કે કાલ સોમાણીએ 2021માં જ રાજસ્થાન રોયલ્સમાં નાનો હિસ્સો ખરીદ્યો હતો. પાંચ વર્ષમાં તેણે ધીમે-ધીમે પોતાની હાજરી મજબૂત બનાવી અને હવે ટીમનો મુખ્ય માલિક બની ગયો છે. IPLના ભવિષ્યને લઈને તે ખૂબ આશાવાદી છે. (PC:X/INSTAGRAM)

Follow Us