Breaking News: રાયન રિકેલ્ટને IPL 2026 માં 37 છગ્ગા ફટકારીને કર્યો કમાલ, હવે મોટો રેકોર્ડ બનાવવાથી ફક્ત એક જ સિક્સર દૂર

મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રાયન રિકેલ્ટને પંજાબ કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરી. તેણે 23 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા ફટકાર્યા, જેનાથી તે એક મોટો રેકોર્ડ તોડવાના માર્ગ પર આવી ગયો.

| Updated on: May 14, 2026 | 10:53 PM
1 / 5
રાયન રિકેલ્ટન IPL 2026 માં શાનદાર ફોર્મમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના આ ઓપનરે પંજાબ કિંગ્સ સામે પણ 48 રન બનાવ્યા હતા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 208 થી વધુ હતો.

2 / 5
રાયન રિકેલ્ટન અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ તે ચાર છગ્ગા ફટકારી એક મોટા રેકોર્ડની નજીક પહોંચી ગયો. તેણે આ સિઝનમાં કુલ 37 છગ્ગા ફટકાર્યા છે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સ માટે એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં રાયન રિકેલ્ટન હવે સૂર્યકુમાર યાદવથી પાછળ છે. સૂર્યાએ 2025માં 38 છગ્ગા ફટકાર્યા હતા અને રાયન રિકેલ્ટન હવે તેનાથી ફક્ત એક છગ્ગા પાછળ છે.

4 / 5
રાયન રિકેલ્ટને આ સિઝનમાં 10 મેચમાં 430 રન બનાવ્યા છે. રિકેલ્ટનની બેટિંગ સરેરાશ 47.7 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 190 થી વધુ છે. રિકેલ્ટને આ સિઝનમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે.

5 / 5
રાયન રિકેલ્ટને IPL 2026 માં KKR સામે 81 અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 123 રન બનાવ્યા હતા. તેણે લખનૌ સામે 32 બોલમાં 83 રન પણ બનાવ્યા હતા. (PC: PTI)

Published On - 10:52 pm, Thu, 14 May 26

Follow Us