Breaking News : દિલ્હીનો દબંગ ખેલાડી સમીર રિઝવી બન્યો પૈસા વસુલ ખેલાડી, જુઓ ફોટો

લખનૌના એકાના સ્ટેડિયમમાં દિલ્હીના યુવા બેટ્સમેન સમીર રિઝવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ, 37 બોલમાં અડધી સદી ફટકારી. આ અડધી સદી મુશ્કેલ સમયમાં આવી હતી. સમીર રિઝવી પૈસા વસુલ ખેલાડી બન્યો હતો. જાણો કઈ રીતે.

| Updated on: Apr 02, 2026 | 11:55 AM
1 / 7
લખનૌના એકાના સ્ટેડિયમમાં કે.એલ રાહુલ જેવા ક્રિકેટરો ખાતું પણ ખોલી શક્યા ન હતા. તો આ પિચ પર પાથુમ નિસંકા જેવા બેટ્સમેન 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે 22 વર્ષનો ખેલાડી સમીર રિઝવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. સમીર રિઝવીએ અડધી સદી ફટકારી હતી.

2 / 7
રિઝવીની આ અડધી સદી ખાસ છે કારણ કે, એક સમયે દિલ્હીએ માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને આવા ખરાબ સમયમાં આ બેટ્સમેને પોતાની બેટિંગ તાકત બતાવી હતી. જ્યારે રિઝવી ક્રીઝ પર આવ્યો તો ટીમ દબાવમાં હતી આ કારણે રિઝવીએ ક્રિઝ પર સમય લેવાનો નિર્ણય લીધો હતો.

3 / 7
 રિઝવીએ 13 બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. પરંતુ 14માં બોલ પર તેમણે સિક્સ ફટકારી હતી.  રિઝવીએ 10મી ઓવરમાં શાહબાઝ અહમદની ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 14મી ઓવરમાં આ ખેલાડીએ એડન માર્કરમના બોલ પર સિક્સ અને ચોગ્ગો ફટકારી પોતાની અડધી સદી પુરી કરી હતી.

4 / 7
સમીર રિઝવીએ માત્ર અડધી સદી જ નહીં પરંતુ સ્ટબ્સ સાથે સદીની પાર્ટનરશીપ પણ કરી. આ ખેલાડીએ 72 બોલમાં 100 રન પૂરા કર્યા, જેમાં સ્ટબ્સનું યોગદાન 32 હતું. રિઝવી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે હતો પરંતુ બાદમાં તેને રિલીઝ કરવામાં આવ્યો.

5 / 7
ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો, અને હવે તે ખેલાડી તે વિશ્વાસ પર ખરો ઉતરી રહ્યો છે.

6 / 7
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીને ઓક્શનમાં માત્ર 95 લાખમાં ખરીદ્યો હતો. ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે રિઝવીએ 25 બોલમાં ઝડપી 58 રન બનાવ્યા હતા.

7 / 7
 ત્યારબાદ DC એ 2026 IPL સીઝન પહેલા રિઝવીને રિટેન કર્યો હતો. ઉત્તર પ્રદેશના આ ખેલાડીએ હવે આ સીઝનની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. તે આ સીઝનમાં દિલ્હી માટે મુખ્ય ખેલાડી સાબિત થઈ શકે છે. (all photo : PTI)

Follow Us