Breaking News : 22 વર્ષીય ઓલરાઉન્ડરે આઈપીએલ ડેબ્યૂ મેચમાં જ ધૂમ મચાવી, જાણો કોણ છે પૈસા વસુલ ખેલાડી

પંજાબ કિંગ્સ માટે આઈપીએલ 2026માં ડેબ્યુ કરનાર 22 વર્ષના ઓલરાઉન્ડર કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમજ બધાનું ધ્યાન પણ ખેચ્યું છે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ અણનમ 72 રનની ઈનિગ્સ રમી ટીમને જીત અપાવી હતી. તો આજે આપણે પૈસા વસુલ ખેલાડી વિશે જાણીએ.

| Updated on: Apr 01, 2026 | 10:32 AM
1 / 6
આઈપીએલ 2026માં એક નવો સ્ટાર ખેલાડી સામે આવ્યો છે. આ ખેલાડી 22 વર્ષનો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કૂપર કોનોલીએ આઈપીએલમાં પહેલી વખત રમી બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. કૂપરે આઈપીએલ ડેબ્યુ મેચમાં મેચ વિનિગ ઈનિગ્સ રમી પંજાબ કિંગ્સની ટીમને રોમાંચક જીત અપાવી હતી.

2 / 6
 મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોનોલીએ 44 બોલમાં અણનમ 72 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 5 ચોગ્ગા અને 5 સિકસ ફટકારી હતી. પંજાબકિંગ્સને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 3 વિકેટથી જીત અપાવી હતી. કૂપરને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો

3 / 6
આઈપીએલ 2026ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 3 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.કૂપરે શાનદાર ઈનિગ્સ રમી હતી. આઈપીએલમાં ડેબ્યુ પહેલા કોનોલી 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેમણે 870 રન બનાવ્યા છે અને 30 વિકેટ લીધી છે. વેર્સટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું ક્રિકેટ રમનાર કોનોલીએ ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કરી લીધું છે.

4 / 6
કોનોલીએ 1 ટેસ્ટ, 8 ઓડીઆઈ અને 11 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે 7 સપ્ટેમ્બર 2024ના રોજ સ્કોટલેન્ડ વિરુદ્ધ પોતાનું ટી20 ડેબ્યુ કર્યું હતુ. એક ટેસ્ટ મેચ 2025માં સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં રમી હતી. તેના નામે ટેસ્ટમાં 4 રન અને ઓડીઆઈ 94 રન અને 6 વિકેટ છે,

5 / 6
 તેમણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 28 રન અને 3 વિકેટ લીધી છે. તેમની છ ODI વિકેટોમાંથી પાંચ સાઉથ આફ્રિકા સામેની એક જ મેચમાં લીધી હતી. કોનોલી 2026ના ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો પણ ભાગ હતો, જોકે તેમને વધારે સફળતા મળી ન હતી.

6 / 6
કૂપર કોનોલીએ પોતાના આઈપીએલ ડેબ્યૂમાં જ પોતાને એક મોટા મંચનો ખેલાડી સાબિત કરી દીધો છે. તે આગામી મેચોમાં પણ આ પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને પંજાબ કિંગ્સ માટે એક મોટો મેચ વિજેતા સાબિત થઈ શકે છે. આ સાથે પંજાબ કિંગ્સ માટે પૈસા વસુલ ખેલાડી રહ્યો હતો.

Follow Us