Breaking News: 400 ક્લબમાં સામેલ થયો સંજુ સેમસન, આ કમાલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી

ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બેટિંગ કરી અને આ સિઝનની પહેલી સદી ફટકારી. આ તેની CSK માટે પહેલી સદી છે. સદી સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો.

| Updated on: Apr 11, 2026 | 10:13 PM
1 / 6
IPL 2026 ની 18મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને ચેપોક સ્ટેડિયમમાં શાનદાર સદી ફટકારી. તેણે માત્ર 52 બોલમાં સદી પૂરી કરી.

2 / 6
સંજુ સેમસને 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 52 બોલમાં 100 રન પૂરા કર્યા. તે આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે. આ સંજુ સેમસનની ચોથી IPL સદી હતી.

3 / 6
આ સદી સાથે, સંજુ સેમસને T20 ક્રિકેટમાં 400 છગ્ગા ફટકાર્યા. તે T20 ફોર્મેટમાં 400 કે તેથી વધુ છગ્ગા મારનાર માત્ર ચોથો ભારતીય બેટ્સમેન પણ બન્યો.

4 / 6
T20 ક્રિકેટમાં સંજુ પહેલા ભારતના ત્રણ દિગ્ગજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને રોહિત શર્મા 400 છગ્ગા ફટકારી ચૂક્યા છે.

5 / 6
T20 ક્રિકેટમાં 400 છગ્ગા ફટકારનારા ભારતીયોમાં રોહિત શર્મા ટોપ પર છે. રોહિત શર્માએ 554 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 440 અને સૂર્યકુમાર યાદવે 421 છગ્ગા ફટકાર્યા છે.

6 / 6
છેલ્લા પાંચ વર્ષમાં સંજુ સેમસનની આ પહેલી IPL સદી છે. તેણે છેલ્લે 2021માં પંજાબ સામે સદી ફટકારી હતી. આ પહેલા તેણે 2019માં હૈદરાબાદ અને 2017માં પુણે સામે સદી ફટકારી હતી. (PC:PTI/X)

Published On - 10:12 pm, Sat, 11 April 26

Follow Us