
IPL 2026 ની શરૂઆત પહેલા RCBને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર ઈજાના કારણે સિઝનની શરૂઆતની મેચ નહીં રમી શકે. જેનાથી RCBની મુશ્કેલી વધી ગઈ છે.

આ મુશ્કેલીનું મુખ્ય કારણ જોશ હેઝલવુડ છે. ઓસ્ટ્રેલિયાનો આ અનુભવી ફાસ્ટ બોલર હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. જેના કારણે તે શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં.

રિપોર્ટ મુજબ, હેઝલવુડ 11 એપ્રિલ પહેલા મેદાનમાં ઉતરી શકે તેવી શક્યતા ઓછી છે. તે હાલમાં રિહેબ સેશનમાં છે અને ફિઝિયો તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ જ તે ટીમ સાથે જોડાશે.

સૂત્રો અનુસાર, હેઝલવુડની સાથે અન્ય કેટલાક ખેલાડીઓ પણ શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ નહીં હોય. હાલ RCB હેઝલવુડની ગેરહાજરીમાં તેનો વિકલ્પો શોધી રહી છે.

ગયા સિઝનમાં હેઝલવુડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 12 મેચોમાં 22 વિકેટ લઈને ટીમને ટ્રોફી જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હેઝલવુડનો IPL રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. તેણે અત્યાર સુધી 39 મેચોમાં 57 વિકેટ ઝડપી છે. હવે ચાહકો તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. (PC:PTI/X)