Breaking News : LSG ને જીત બાદ લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે ​​આખી IPL સિઝનમાંથી થયો બહાર

લખનૌ સુપર જાયન્ટ્સ માટે કોલકાતા સામેની રોમાંચક જીત ખુશીના પળો લઈને આવી હતી, પરંતુ જીત બાદ તરત જ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સનો સ્ટાર સ્પિનર ઈજાને કારણે આખી IPL 2026 સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.

| Updated on: Apr 10, 2026 | 4:15 PM
1 / 6
લખનૌ સુપર જાયન્ટ્સે તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર જીત મેળવી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જીત બાદ ચાહકોમાં આનંદની લાગણી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટ તરફથી આવેલા સમાચારે આ ખુશીમાં ઘટાડો કર્યો છે.

2 / 6
મેચ પછી ટીમના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે વાનિન્દુ હસરંગા ઈજાના કારણે આખી IPL 2026 સિઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સમાચાર ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

3 / 6
હસરંગાને લખનૌએ આશરે ₹2 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ ઈજાને કારણે તે શરૂઆતથી જ ટીમ સાથે જોડાઈ શક્યો નહોતો. હવે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ટીમ મેનેજમેન્ટે આ સ્થિતિ માટે પહેલાથી જ તૈયારી શરૂ કરી દીધી હતી.

4 / 6
રિપોર્ટ મુજબ, દક્ષિણ આફ્રિકાનો ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડે હસરંગાની જગ્યાએ ટીમમાં સામેલ થઈ  શકે છે. લિન્ડેએ અત્યાર સુધી 37 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 35 વિકેટ લીધી છે અને વિવિધ લીગમાં રમવાનો અનુભવ પણ છે.

5 / 6
જ્યોર્જ લિન્ડે માટે IPLમાં રમવાની આ પહેલી તક બની શકે છે. તે SA20, The Hundred અને PSL જેવી લીગોમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યો છે. તેની ઓલરાઉન્ડ ક્ષમતા લખનૌ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

6 / 6
બીજી તરફ, લખનૌની બોલિંગ લાઈન-અપ હાલ મજબૂત દેખાઈ રહી છે. યુવા સ્પિનર દિગ્વેશ રાઠી પોતાની મિસ્ટ્રી  બોલિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. ગયા સિઝનમાં ડેબ્યૂ કરનાર રાઠીએ પોતાની અસરકારક સ્પિન બોલિંગથી ટીમમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. (PC: PTI/X)

Follow Us