Breaking News: પંજાબ માટે રમ્યો, રણજીમાં તક ન મળી, હવે ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં મળ્યું સ્થાન

પંજાબની જુનિયર અને રણજી ટ્રોફી ટીમનો ભાગ રહી ચૂકેલા નિખિલ ચૌધરી માટે ક્રિકેટ કારકિર્દીનો મોટો વળાંક આવ્યો છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચેલા આ સ્પિન ઓલરાઉન્ડરને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળ્યું છે. હવે તેની નજર આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પર છે. 1964 પછી પહેલીવાર ભારતમાં જન્મેલા કોઈ ખેલાડી ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

| Updated on: Jun 11, 2026 | 5:10 PM
1 / 5
ભારતમાં જન્મેલા નિખિલ ચૌધરીને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 1996માં જન્મેલા નિખિલે પોતાના ક્રિકેટના પ્રારંભિક દિવસોમાં પંજાબ માટે અંડર-16, અંડર-19 અને અંડર-22 સ્તરે ક્રિકેટ રમી હતી. તે પંજાબની રણજી ટ્રોફી ટીમમાં પણ સામેલ થયો હતો, પરંતુ તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી.

2 / 5
ઓસ્ટ્રેલિયન ટીમમાં નિખિલનો સમાવેશ ટ્રેવિસ હેડના સ્થાને કરવામાં આવ્યો છે. હેડે વ્યક્તિગત કારણોસર ટીમમાંથી વિરામ લીધો હોવાથી પસંદગીકારોએ નિખિલને સામેલ કર્યો છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ અને સ્પિન બોલિંગ કરતો નિખિલ ટીમ માટે ઓલરાઉન્ડ ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.

3 / 5
બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ 17 જૂનથી શરૂ થશે. જો નિખિલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તો તે ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ભારતીય મૂળના ખેલાડીઓની યાદીમાં સામેલ થશે. હાલમાં તેની પસંદગી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.

4 / 5
નિખિલની સફર પણ ઘણી રસપ્રદ રહી છે. કોવિડ-19 દરમિયાન તે ક્વીન્સલેન્ડમાં રહેતા પોતાના કાકા પાસે ગયો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયામાં જ રહીને ક્રિકેટ કારકિર્દી આગળ વધારવાનો નિર્ણય લીધો અને સ્થાનિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના આધારે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.

5 / 5
ખાસ વાત એ છે કે 1964 પછી પ્રથમ વખત ભારતમાં જન્મેલો કોઈ ખેલાડી ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમમાં સ્થાન પામ્યો છે. ગુજરાતમાં જન્મેલા રેક્સ સેલર્સે 1964માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે નિખિલ ચૌધરી પાસે પણ ઓસ્ટ્રેલિયન જર્સીમાં મેદાન પર ઉતરીને ઈતિહાસ રચવાની તક છે. (PC:PTI/X)

Published On - 5:10 pm, Thu, 11 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.