
ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી વૈભવ સૂર્યવંશી માટે યાદગાર રહી. તેણે શ્રેણીમાં બે અડધી સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો. આ સાથે તેણે પોતાની બેટિંગથી વિશ્વ ક્રિકેટમાં વધુ એક મોટો રેકોર્ડ નોંધાવ્યો.

વૈભવ હવે 20 વર્ષની ઉંમર પહેલાં T20 ક્રિકેટમાં સૌથી વધુ 12 વખત 50 થી વધુનો સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. સૌથી ખાસ વાત એ છે કે તેણે આ સિદ્ધિ સૌથી ઓછી ઇનિંગમાં હાંસલ કરી છે.

વૈભવે માત્ર 40 T20 ઇનિંગમાં 12 વખત 50 થી વધુનો સ્કોર બનાવ્યો છે. તેની આ સિદ્ધિ તેને આ યાદીમાં ટોચ પર પહોંચાડે છે. તેની વિસ્ફોટક બેટિંગને કારણે તે સતત ચર્ચામાં છે.

લુઇસ બ્રુસે પણ 20 વર્ષની ઉંમર પહેલા T20 ક્રિકેટમાં 12 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. જોકે, તેણે આ માટે 41 ઇનિંગ રમી હતી. એટલે વૈભવે તેના કરતા એક ઇનિંગ પહેલા આ સિદ્ધિ મેળવી છે.

દક્ષિણ આફ્રિકાના લુહાન-ડ્રાઇસ પ્રિટોરિયસે પણ 20 વર્ષની ઉંમર પહેલા 10 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. જોકે, તેને આ સિદ્ધિ માટે 62 ઇનિંગ રમી હતી. વૈભવની આ સિદ્ધિ તેની અસાધારણ પ્રતિભાનો વધુ એક પુરાવો છે. (PC: PTI)