
વૈભવ સૂર્યવંશીનું બેટ આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મંચ પર ચાલ્યું. IPLમાં ધમાલ મચાવ્યા પછી તેણે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20Iમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.

હરારેમાં રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં 15 વર્ષીય વૈભવે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો.

વૈભવની ઇનિંગ બાદ તેની ઉજવણી ચર્ચાનો વિષય બની. પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી વૈભવે બંને હાથની આંગળીઓથી "A" અક્ષર બનાવ્યો અને કેમેરા અને સ્ટેડિયમ તરફ ઈશારો કર્યો. જે બાદ ઘણા લોકોને સવાલ થયો હશે કે આનો અર્થ શું છે.

વૈભવના આંગળીઓથી "A" અક્ષર બતાવી ઉજવણી કરવાનું કનેક્શન તેની માતા સાથે છે. વાસ્તવમાં વૈભવ આ ઉજવણી તેની માતા માટે કરે છે. વૈભવની માતાનું નામ આરતી છે. વૈભવ માતાના નામનો પહેલો અક્ષર "A" બતાવી ઉજવણી કરે છે.

મેચની વાત કરીએ તો, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર છ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો વિજય મેળવ્યો. ઝિમ્બાબ્વેને 125 રન સુધી રોક્યા બાદ, ભારતીય ટીમે ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું. (PC: PTI/GETTY/X)