
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ગુવાહાટી વનડેમાં ધમાકેદાર બેટિંગ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. ચોથો છગ્ગો ફટકારતાની સાથે જ તેણે ભારતમાં 200 છગ્ગા પૂરા કર્યા.

આ સાથે રોહિત શર્મા એક જ દેશમાં 200 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

રોહિતે આ રેકોર્ડમાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ગેલે વેસ્ટ ઈન્ડિઝમાં કુલ 147 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં માર્ટિન ગુપ્ટિલ 132 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

રોહિતે આ રેકોર્ડમાં ક્રિસ ગેલ સહિત દિગ્ગજોને ખૂબ જ પાછળ છોડી દીધા છે. ગેલે વેસ્ટ ઈન્ડિઝમાં કુલ 147 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં માર્ટિન ગુપ્ટિલ 132 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

બ્રેન્ડન મેક્કુલમે ન્યૂઝીલેન્ડમાં 126 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે MS ધોનીએ ભારતમાં 123 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. આંકડો 42 છગ્ગા સુધી પહોંચી ગયો છે.

આ મામલે રોહિતે દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 40 છગ્ગા ફટકાર્યા હતા.

ગુવાહાટી વનડેમાં રોહિતે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી પણ નોંધાવી, જે બંને વચ્ચે વનડેમાં નવમી સદીની ભાગીદારી બની છે. (PC:PTI/X)