IND vs SL: 15 ઓગસ્ટે 100 રન.. સ્વતંત્રતા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો પડિકલ

શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં દેવદત્ત પડિકલે શાનદાર સદી ફટકારીને પોતાના નામે ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. 15 ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ સાથે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પણ યાદગાર બની છે. લાંબા સમય બાદ મળેલી તકનો પડિકલે શાનદાર રીતે લાભ લીધો છે.

| Updated on: Aug 15, 2026 | 5:34 PM
1 / 5
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિકલે સદી ફટકારી ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ કાયમ માટે અંકિત કરી દીધું છે.

2 / 5
ભારતીય ટીમની ઐતિહાસિક 600મી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા પડિકલે ઉત્તમ બેટિંગનું પ્રદર્શન કર્યું અને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. આ સાથે, તે સ્વતંત્રતા દિવસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો.

3 / 5
 ભારતની 600મી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા દેવદત્ત પડિકલે શરૂઆતથી જ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી. તેણે માત્ર 134 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી અને ખાસ દિવસને વધુ યાદગાર બનાવી દીધો.

4 / 5
પડિકલ માટે આ સદી એટલા માટે પણ ખાસ છે, કારણ કે લગભગ બે વર્ષ બાદ તેને ફરી ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી હતી. ત્રીજા નંબરના બેટ્સમેન તરીકે તેણે મળેલી તકને બંને હાથથી ઝડપી લીધી.

5 / 5
તેની સદી સાથે ભારત માટે નંબર-3 પર સદીનો લાંબો દુકાળ પણ સમાપ્ત થયો. 19 ટેસ્ટ બાદ આ સ્થાન પરથી ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. છેલ્લા 30 વર્ષમાં ઘરઆંગણે નંબર-3 પર સદી ફટકારનારા ભારતીયોમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે બાદ હવે પડિકલનું નામ જોડાયું છે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.