
ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ 74 રનની ઇનિંગ રમીને પોતાની શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો. હવે 7 નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાનારી બીજી વનડેમાં તેની નજર નવા રેકોર્ડ પર રહેશે.

કોહલી પાસે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. હાલમાં બંને દિગ્ગજ ખેલાડીઓના નામે આ ફોર્મેટમાં 60-60 સદી નોંધાયેલી છે.

kohliજો કોહલી વેલિંગ્ટનમાં સદી ફટકારશે તો તે સચિનને પાછળ છોડીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની જશે. આ રેકોર્ડ માટે તેની પાસે આખી શ્રેણીમાં પણ તક રહેશે.

આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં કોહલી અત્યાર સુધી 55 સદી ફટકારી ચૂક્યો છે. આ મામલે તે સચિનના 49 સદીના રેકોર્ડને અગાઉ જ પાછળ છોડી ચૂક્યો છે.

કોહલી પાસે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની પણ તક છે. ન્યુઝીલેન્ડ સામે વનડેમાં બંને ખેલાડીઓના નામે 1,971 રન છે.

કોહલીએ આ રન માત્ર 37 ઇનિંગ્સમાં બનાવ્યા છે, જ્યારે પોન્ટિંગે 50 ઇનિંગ્સમાં આ આંકડો મેળવ્યો હતો. વેલિંગ્ટનમાં એક રન બનાવતાં જ કોહલી પોન્ટિંગને પાછળ છોડી દેશે.

ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી હાલમાં ત્રીજા સ્થાને છે. સચિન તેંડુલકર 3,345 રન સાથે ટોચ પર છે, જ્યારે જો રૂટ 3,268 રન સાથે બીજા સ્થાને છે. કોહલીના નામે 3,241 રન છે.

આથી કોહલી જો 105 રન બનાવશે તો તે સચિનને પાછળ છોડી આ યાદીમાં પણ પ્રથમ સ્થાન મેળવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વેલિંગ્ટનની બીજી વનડેમાં કોહલી આમાંથી કેટલા રેકોર્ડ પોતાના નામે કરે છે. (PC:PTI/X)