
ક્રિકેટમાં ફક્ત પ્રતિભા જ નહીં, પણ નસીબની પણ જરૂર હોય છે, અને કેપ્ટન શ્રેયસ અય્યર પણ એ જ સારા નસીબ પર સવાર છે.

ભારતીય T20 ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર સિક્કાની ગેમ એટલે કે ટોસ જીતવામાં વિશ્વના તમામ કેપ્ટનોથી અગાળ નીકળી ગયો છે.

શ્રેયસ અય્યરે ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ટોસ જીત્યો હતો. આ સાથે શ્રેયસ અય્યરે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

શ્રેયસ અય્યરે ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ચારેય T20 મેચોમાં ટોસ જીત્યો છે.

શ્રેયસ અય્યર પોતાની પહેલી 25 T20 મેચમાં સૌથી વધુ ટોસ જીતનાર કેપ્ટન બન્યો છે.

શ્રેયસ અય્યરે 25 મેચમાંથી 19 મેચમાં ટોસ જીત્યો છે, તેણે ડેરેન સેમી અને સલમાન અલી આગાને પાછળ છોડી દીધા છે, જેમણે 17 ટોસ જીત્યા હતા.

શ્રેયસ અય્યરના નામે સતત આઠ T20 મેચમાં ટોસ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.

શ્રેયસ અય્યરે સતત ટોસ જીતવા મામલે ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ સતત સાત મેચમાં ટોસ જીત્યો હતો. (PC:PTI/X)