
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો.

સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન ઈજાના કારણે ઈશાન કિશન પણ ત્રીજી T20માંથી બહાર થઈ ગયો છે.

ઈશાન કિશનને પહેલી T20 દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તેને બીજી T20Iમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, અને હવે તે ત્રીજી T20Iમાંથી પણ બહાર થઈ ગયો છે.

ઈશાન કિશનને પહેલી T20 દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થવા માટે હજી સમય લાગશે.

ઝારખંડના વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ઈશાન કિશનના સ્થાને ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવ્યો છે.

કુમાર કુશાગ્રને ઘરેલુ ક્રિકેટમાં મોટી મેચોમાં તેના શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે.

બીજી T20 મેચમાં ઈશાન કિશનના સ્થાને વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

જોકે, હવે ઇશાન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર થઈ ગયો છે, તો એવી શક્યતા છે કે ત્રીજી T20 મેચમાં પણ વૈભવ તેની જગ્યાએ રમશે.

ઈશાન કિશન પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી બે મેચ માટે ફિટ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. (PC:PTI/X)
Published On - 6:19 pm, Sat, 24 October 26