Breaking News: રોહિત શર્માની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને મળશે તક? 24 વર્ષીય ખેલાડી સૌથી મોટો દાવેદાર

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન અનુભવી બેટ્સમેન રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થશે તેવા સમાચાર છે. અહેવાલો અનુસાર, BCCI હવે રોહિત શર્માની જગ્યાએ એક યુવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહ્યું છે. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી.

| Updated on: Jul 17, 2026 | 5:57 PM
1 / 5
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણીની  છેલ્લી મેચ બાદ રોહિત શર્માની ODI કારકિર્દી સમાપ્ત થશે એવા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI પસંદગી સમિતિએ રોહિત શર્માને આ ODI શ્રેણી પછી ભારતીય ODI ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.

2 / 5
પસંદગીકારોએ રોહિત શર્માના સ્થાને 24 વર્ષીય યશસ્વી જયસ્વાલને તક આપવાનો નિર્ણય લીધો છે. પસંદગી સમિતિ 2027 ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હવે જયસ્વાલને ઓપનર તરીકે તૈયાર કરવા માંગે છે. ઈંગ્લેન્ડ શ્રેણી સમાપ્ત થતાં જ જયસ્વાલને ODI ટીમમાં નિયમિત તકો આપવામાં આવશે.

3 / 5
2025 ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિતને ODI કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યો હતો. ત્યારથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે 2027 વર્લ્ડ કપ સુધી રોહિત માટે ટીમમાં રહેવું સરળ રહેશે નહીં. લોર્ડ્સ ખાતે ત્રીજી ODI રોહિત શર્માની છેલ્લી ODI મેચ સાબિત થઈ શકે છે.

4 / 5
જયસ્વાલે 2025 માં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે અત્યાર સુધીમાં કુલ છ વનડે છે, જેમાં 71.25 ની સરેરાશથી 285 રન બનાવ્યા છે. જયસ્વાલે બે સદી પણ ફટકારી છે. તેણે અફઘાનિસ્તાન સામે પોતાની છેલ્લી વનડે મેચમાં 110 રન બનાવ્યા હતા.

5 / 5
ODI વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ લગભગ 20 ODI મેચ રમશે. આ બધી મેચોમાં ઓપનર તરીકે જયસ્વાલને તક આપવાનો પ્રયાસ છે. ભારતની આગામી ODI શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ સામે છે, અને જયસ્વાલ આ શ્રેણીમાં રોહિત શર્માનું સ્થાન લેશે. આ પછી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ અને શ્રીલંકા-ઝિમ્બાબ્વે સામે ODI શ્રેણી યોજાશે. (PC:PTI/X)

Follow Us